હળવદ : તુફાનમા છુપાવેલ રૂ. ૧.૦૬ લાખના વિદેશી દારૂ સાથે શખ્સ પકડાયો

- text


પોલીસે રૂ. ૫.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદની ટીકર ચોકડી પાસેથી તુફાન કારમા પોલીસે રૂ. ૧.૦૬ લાખના ૨૪૦ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. આ સંદર્ભે પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના ટીકર રણમાંથી તુફાન કારમાં વિદેશી દારૂ આવતો હોવાની બાતમીના આધારે પોલીસે ટીકર ચોકડી પાસે વોચ ગોઠવીને તુફાન કારમાંથી રૂ. ૧.૦૬ લાખના ૨૪૦ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે વિજય રઘુભાઈ કરોતરાને પકડી પાડ્યો હતો.

- text

પોલીસે રૂ. ૧.૦૬ લાખના વિદેશી દારૂ સાથે રૂ. ૪ લાખની તુફાન કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. ૫.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text