હે રામ ! મોરબીમાં રાષ્ટ્પિતા ગાંધીજીની પ્રતિમા જર્જરિત

- text


ગાંધીજીનો નિર્વાણદિન નજીક હોવાથી વહેલીતકે પ્રતિમાનું સમારકામ કરવા કલેકટરને રજૂઆત

મોરબી : મોરબી શહેરની વચ્ચોવચ આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાં જર્જરિત થઈ ગઈ છે.ત્યારે ગાંધીજીનો નિર્વાણ દિન નજીકમાં આવતો હોવાથી સામાજિક કાર્યકરોએ કલેક્ટરને રજુઆત કરી વહેલીતકે ગાંધીજીની પ્રતિમાનું યોગ્ય રીતે સમારકામ કરવાની માંગ કરી છે.

મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાભણીયા અને જીજ્ઞેશભાઈ પંડયાએ કલેક્ટર તથા ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે,મોરબીના મેઈન પોસ્ટ ઓફિસ અને એસ.બી.આઇ. બેકની સામેના ગાંધી બાગમાં આવેલી રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું છેલ્લા ઘણા સમયથી યોગ્ય માવજતના અભાવે જર્જરિત થઈ ગઈ છે.અને આ પ્રતિમા ભયજનક હાલતમાં હોય ગમે ત્યારે પડી જવાની ભીતિ સેવાઇ રહી છે. જ્યારે આગામી 30 જાન્યુઆરીએ ગાંધીજીનો નિર્વાણ દિન હોવાથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ગરિમા જળવાઈ રહે તેમાટે તેમણે વહેલીતકે ગાંધીજીની પ્રતિમાનું યોગ્ય રીતે સમારકામ કરવાની માંગ કરી છે.

- text

વધુમાં જણાવ્યું હતુંકે મોરબી શહેરમાં એકમાત્ર સન્માનજનક ગાંધીજીની પ્રતિમા આવેલી છે.અને તે પણ ખંડેર હાલતમાં છે.ધુખની વાત તો એ છે કે જવાબદાર તંત્ર અને રાજકીય નેતાઓ ગાંધીજીના જન્મદિન અને મરણદીને જ યાદ કરે છે.તેથી સરકારના સ્વચ્છતા અભિયાનની વાતો જ પોકળ પુરવાર થઇ હોય તેમ સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીની પ્રતિમા પાસે ગંદકીની શરમજનક સ્થિતિ સર્જાઈ છે.અને આ ગાંધીબાગમાં અસામાજિક તત્વોની દારૂની મહેફિલ તથા આજુબાજુમાં કેટલાક લોકો લઘુશંકા કરતા હોવાથી આ પવિત્ર સ્થળની ગરિમા ખંડિત થઈ રહી છે.તેથી જવાબદાર તંત્ર ગાંધી બાગની આ હાલત અંગે યોગ્ય કાર્યવાહી કરીને પવિત્ર સ્થળની ગરિમા જાળવે તેવી માંગ કરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text