મોરબીમાં જન્મ ન લેવો, મરવાની પણ મનાઈ ! દાખલો નહિ નીકળે

- text


મોરબી પાલિકામાં જન્મ મરણ ના દાખલા કઢાવવાની ઓનલાઇન કડાકૂટથી લોકો ત્રસ્ત : પહેલા એક ધક્કે કામ થતું હવે ત્રણ ધક્કે ય કામ નથી થતું

મોરબી : મોરબી પાલિકામાં જન્મ મરણ ના દાખલ કાઢવવામાં લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને હવે ઓનલાઇન કામગીરી શરુ થતા સુવિધા સારી બનવી જોઈએ એના બદલે વધુ અવ્યવસ્થા સર્જાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પહેલા મેન્યુઅલ માં એક ધક્કે જ કામ પતિ જતું હતું હવે ત્રણ ધક્કે કામ થાય છે. તેથી પાલિકા કચેરીમાં દરરોજ લોકોની લાઈનો લાગે છે અને લોકો મનોમન કહી રહ્યા છે કે મોરબીમા જન્મ પણ ન લેવાય અને મરવું પણ ન જોઈએ !!!

મોરબીની પાલિકા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી જન્મ મરણના દાખલા કઢાવવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. જોકે અગાઉં મેન્યુઅલ માં એક ધક્કે લોકોના જન્મ મરણના સરળતાથી દાખલા નીકળી જતા હતા પરંતુ જયારે જન્મ મરણની કામગીરી કોમ્યુટરાઈઝ થઈ ગઈ છે ત્યારથી લોકોની માઠી બેઠી છે ખાસ કરીને ઓનલાઇન કામગીરીમાં લોકોને ઝડપી સુવિધા આપવાનો હેતુ હોય છે.પરંતુ ક્યારેક સર્વર ડાઉન હોય તો ક્યારેક અન્ય કોઈ સમસ્યા સર્જાવાથી દરરોજ આશરે 50 જેવા લોકોની લાઇનો લાગે છે જે કામ એક જ ધક્કે થતું હતું તે કામ હવે ત્રણ ધક્કે થાય છે.

- text

અત્યારે જન્મ મરણના દાખલા ની કામગીરીની આટીઘુટી સમજીએ તો પહેલા લોકો દાખલ કઢાવવા માટે ફોર્મ લેવા ધક્કો કરવો પડે અને લોકો અભણ હોય તો બીજા પાસે ફોર્મ ભરવા માટે રૂ.50 રૂપિયા ચાંદલા ના દેવા પડે છે. ફોર્મ ભર્યા બાદ જમા કરાવવા બીજા દિવસે ધક્કો ખાવો પડે છે.અને ફોર્મનું વેરિફિકેશન થઈ જાય એટલે ત્રીજા દિવસે દાખલો લેવા જવાનો હોય છે.આ રીતે ત્રણ ટેબલેથી ત્રણ ધક્કા કરીને કામગીરી કરવી પડે છે.જે કામ સરળતાથી થતું હતું તે માટે આટઆટલી મુસીબત વેઠવી પડે છે.

પહેલા કામ અઠવાડિયા માં કચેરીના નિર્ધારિત સમયે જ થઈ જતું હતું પરંતુ હવે માત્ર 3 દિવસ આ કામગીરી માટે ફાળવવી દેવાયા છે જેમાં સોમ, બુધ અને શુક્ર આ ત્રણ દિવસમાં માત્ર સવારે 11 થી 1 ની વચ્ચે જ આ કામગીરી થાય છે. જો કોઈ અરજદાર આ સમય ચૂકે તો ધક્કે પે ધક્કા થવાના, અને પહેલા કરતા સ્ટાફ પણ બમણો કરી નાખ્યો પરંતુ સુવિધા સારી થવાની બદલે દુવિધાઓ વધી રહ્યો છે.આ માટે પાલિકાએ વિશેષ યોગ્ય પ્રબંધ કરવો જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે.

 

- text