મોરબીમાં નશામાં ભાન ભૂલેલા યુવાન કેરોસીન છાંટી સળગ્યો

- text


મોરબી : મોરબીના ખાટકીવાસમાં રહેતા યુવાને ગઈકાલે નશાની હાલતમાં અગ્નિસ્નાન કરી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં રહેતા હુશેન ગફારભાઈ કટીયા, ઉ.35 નામના યુવાને નશાની હાલતમાં પોતાની જાતે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી લેતા શરીરે ગંભીરપણે દાઝી ગયેલી હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ યુવાને દારૂના નશાની હાલતમાં આ પગલુ ભરી લીધુ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

- text

- text