મોરબીમાં જુગારના બે દરોડામાં 10 જુગારી ઝડપાયા

- text


રંગપર બેલા અને વિસીપરામાં જુગારના દરોડા :39 હજારનો મુદામાલ ઝડપાયો

મોરબી : મોરબી શહેર અને તાલુકામાં પોલીસે જુગાર અંગે દરોડાની કાર્યવાહી કરી 10 જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ રૂપિયા 39 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

જુગાર અંગેના પહેલા દરોડામાં મોરબી તાલુકા પોલીસે બેલા રંગપર (બેલા) ગામે પ્રદ્યુમનસિંહ ધીરજસિંહ જાડેજા દરબારના રહેક મકાને દરોડો પાડયો હતો જ્યાં મકાન માલિક પ્રદ્યુમનસિંહ જાડેજા, કાંતી બચુ ઉધરેજા, લલીત ખીમજી સાગઠીયા અને સંજય મનહર પારેખ રહે. બધા રંગપર (બેલા) જુગાર રમતા મળી આવતા તેઓની રોકડા રૂા.ચોવીસ હજાર તથા ચાર મોબાઈલો મળીને કુલ રૂા.બત્રીસ હજારના મુદામાલ સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતા જયારે દરોડા દરમિયાન અશોક શંકરલાલ વ્યાસ રહે. શ્રીજી પાર્ક વાવડી રોડ મોરબી ભાગી છુટેલ હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

- text

જુગારના બીજા દરોડામાં મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટાફે શહેરના વીસીપરા વિસ્તારમાં કુલીનગર કેશવાનંદબાપુના આશ્રમ સામેના રોડ ઉપર જાહેરમાં સ્ટ્રીટલાઈના અજવાળે જુગાર રમતા અબ્રાહમ સલીમ માણેક મીંયાણા (ઉ.21) ઈમરાન નુરમામદ મોવર મીંયાણા (ઉ.35), રહેમાન જુસબ કટીયા મીયાણા (ઉ.25) ઈમરાન વલીમામદ કટીયા મીંયાણા (ઉ.25) ઈબ્રાહીમ નુરમામદ મોવર (ઉ.25) અને ભુપત નરસી ડુમાલીયા કોળી (ઉ.30) રહે. બધા વીસીપરા મોરબીની રોકડા રૂા.6960 સાથે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text