ક્રૂડના ભાવ તળિયે છતાં ગેસના ભાવ ન ઘટતા સીરામીક ઉદ્યોગ લાલઘૂમ

- text


નવા કનેક્શન આપવામાં ઉદ્યોગકારોને તાતાથૈયા કરાવતી ગુજરાત ગેસ કંપનીને સીધી કરવા મોરબી સીરામીક એસોશિએશન દ્વારા રજુઆત

ક્રૂડના ભાવમાં ઘડાતો છતાં ગેસના ભાવ ન ઘટતા સીરામીક ઉદ્યોગ લાલઘૂમ

નવા કનેક્શન આપવામાં ઉદ્યોગકારોને તાતાથૈયા કરાવતી ગુજરાત ગેસ કંપનીને સીધી કરવા મોરબી સીરામીક એસોશિએશન દ્વારા રજુઆત

મોરબી : ગુજરાત ગેસ કંપનીને લાખો રૂપિયા કમાવી આપવા છતાં મોરબીના સીરામીક ઉદ્યોગ પ્રત્યે કંપની દ્વારા રાગદ્વેષ રાખી નવા કનેક્શન આપવામાં ઠાગા ઠૈયા કરી ક્રૂડઓઈલના ભાવમાં ધરખમ ભાવ ઘટાડો થવા છતાં ગેસના ભાવ ન ઘટાડતા આ મામલે સીરામીક એસોશિએશન દ્વારા સરકારમાં ધારદાર રજુઆત કરવામાં આવી છે.

મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ મુકેશ ઊંઘરેજા, નિલેશ જેતપરીયા, કિરીટ પટેલ અને કિશોર ભાલોડિયાના જણાવ્યા મુજબ ગુજરાત ગેસ દ્વારા મોરબી મા શરૂ થતા નવા ઉધોગો માટે ગેસ કનેકશન આપવા તેમજ ભાવ ઘટાડવા માટે તાતાથૈયા કરવામાં આવી રહ્યા છે. મોરબી ના ઉધોગકારો દ્વારા કનેકશન લેવા માટે ની બધી પ્રોસેશ કરીને ડીપોઝીટ ભર્યા પછી પણ સૌથી વધુ કમાઇ દેતા સિરામીક ઉધોગ માટે ગેસ કનેકશન માટે ગુજરાત ગેસ ના અધીકારીઓ દ્વારા દરવખતે તહેવાર હોવાના બ્હાના કાઢી સ્ટાફ નથી તેમ કહીને કનેકશન દેતા પહેલા જ માનસીક ત્રાસ આપે છે ત્યારે ગુજરાત બહારના રાજય ઉધોગ માટે પ્રખ્યાત હોય ત્યારે આવા અધિકારીઓના કારણે સરકારની છાપ ખરડાઇ છે.

- text

વધુમાં મનમાની ચલાવતા આવા અધિકારીઓને કારણે ઉધોગકારોમા એક રોષની લાગણી ઉદભવે છે, આ મામલે મોરબી સિરામીક એશોસીએસને રજુઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ગેસ કંપનીના અધીકારીઓને સુચના આપી ને યોગ્ય ઘટતુ કરે અને ઉધોગોને બચાવે. તાજેતરમા ગેસ ના ભાવ વધ્યા ત્યારે પણ ક્રુડ અને ડોલર વધતા ભાવ વધ્યા હતા અત્યારે પાછા બંન્નેમા ભાવ ઘટતા આજ સુધી ગેસ કંપની દ્વારા ભાવ ઘટાડવા માટે કંઇ પગલા ભર્યા નથી ત્યારે આ બંને બાબતોને ગેસ કંપની તેમજ સરકાર દ્વારા યોગ્ય ઘટતુ કરવાની માંગ મોરબી સિરામીક એશોસીએસન દ્વારા અંતમાં ઉઠાવાઈ હતી.

- text