મોરબી – હળવદમાં આંકડામીંડીનો ધંધો કરતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી પોલીસ દ્વારા હળવદ અને મોરબીમાં આંકડા મીંડીનો વેપાર લખતા બે ઈસમોને રૂપિયા 7730ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

આંકડામીંડીના વેપારના ગોરખધંધામાં પોલીસે રફીકભાઇ ઉસ્માનભાઇ જુણેજા, ઉ.વ.૩૩ રહે. ટીકર સંધી વાસમા તા. હળવદ રૂ. ૩૦૦ રોકડા સાથે વર્લી ફીચરનુ સાહીત્ય, અને બોલપેન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો તો મોરબીમાં રાજેશભાઇ જયંતીભાઇ જાની, ઉવ ૪૦ રહે ગુજરાત હાઉસીગ બોર્ડ સીંગલીયા મકાન શેરી નં 17 બ્લોક-નં 126 વાળાને જાહેરમા કાગળની ચીઠીમા વરલી ફિચરના આંકડા લખતા રોકડા રૂપીયા 6430 તથા એક સેમસંગ
કંપનીનો મોબાઇલ ફોન કિ રૂ 1000 એમ કુલ કિ રૂ 7430 સાથે મળી આવતા બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text