મોરબીના પાવડીયારીમાં સિરામિક ફેકટરીમાં ફાયરિંગ : બે શ્રમિકો ઇજાગ્રસ્ત

- text


 

ઓરમ (સુરાણી) સિરામિક ફેકટરીના માલિકે શ્રમિકોને પગાર ન ચૂકવતા મજૂરોનો પથ્થર મારો : સ્વબચાવમાં ફેકટરી માલિકે ભડાકા કર્યા

મોરબી : મોરબીના જેતપર પાવડીયારી નજીક આવેલ ઓરમ (સુરાણી) સિરામિક ફેકટરીમાં પગાર મામલે શ્રમિકો અને ફેકટરી માલિક સામ – સામે આવી જતા શ્રમિકોને પથ્થરમારાના જવાબમાં ફેકટરી માલિકે ફાયરિંગ કરતા બે શ્રમિકોને ગોળી વાગતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે.

મોરબીમાં સનસનાટી મચાવી દેનાર આ ઘટનાની વિગતો જોઈએ તો જેતપર પાવડીયારી નજીક આવેલ ઓરમ (સુરાણી) સિરામિક ફેકટરીમાં કિલનનો કોન્ટ્રાકટ ધરાવતા શ્રમિકોને ફેકટરી માલિકે પાંચેક લાખ જેટલું બાકી પેમેન્ટ ન ચૂકવતા રાત્રીના દસેક વાગ્યાના અરસામાં મામલો બીચકયો હતો.

- text

બીજી તરફ મજૂરીના નાણાં ન મળતા શ્રમિકો રોષે ભરાયા હતા અને ઓરમ ( સુરાણી) સિરામિક ફેક્ટરીની ઓફીસ ઉપર ધાણીફૂટ પથ્થર મારો કર્યો હતો તો સમાપક્ષે ફેકટરીના માલિક મહેન્દ્ર પટેલ દ્વારા સ્વબચાવમાં શ્રમિકો ઉપર બંદૂક તાકી ફાયરિંગ કરવામાં આવતા બે શ્રમિકોને ગોળી વાગતા મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં ઓરમ (સુરાણી) સિરામિક ફેકટરીના માલિક મહેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં રાજુભાઇ જયરામભાઈ ઉ.૩૦, રે.શોભેશ્વર રોડ અને મનીષ રમેશભાઈ ઉ.૩૨, રે.લાભનગર વાળાને ગંભીર ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન ઘટનાની જાણ થતાં તાલુકા પીએસઆઇ એન.જે.રાણા, મોરબી એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને આ ગંભીર ઘટના અંગે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ મેળવી ગુન્હો દાખલ કરી ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.

- text