ટંકારા : સરદાર પટેલ અેકતા રથનું વિરપર, લજાઈ, હડમતિયામા જય સરદારના નાદ સાથે આગમન

- text


સજ્જનપર, ટોળ, અમરાપર, ટંકારા, કલ્યાણપર, સરાયા, હિરાપરમાં પણ વધામણા

ટંકારા : રાજ્યમાં અેક્તા રથયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદાર પટેલ સાહેબને ભાવાંજલી અર્પણ કરવા માટે અેક્તા રથયાત્રા યોજવામા આવી રહી છે ત્યારે એકતા યાત્રા “અખંડ ભારતની આગવી વૈશ્વિક ઓળખ” ભારતની આગવી ઓળખ તરીકે આકાર લઈ રહેલ સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રખર રાષ્ટ્રપ્રેમી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને એક સર્વોચ્ચ શ્રદ્ધાંજલિ અર્પણ છે ત્યારે વિરપર નાલંદા વિધાલયની બાળાઅો દ્વારા કથક નૃત્ય તથા હડમતિયા કન્યા શાળાની બાળાઅો દ્વારા સરદાર પટેલ સાહેબને કુમકુમ તિલક કરી સ્વાગત ગીત દ્વારા ભાવાંજલી અર્પણ કરેલ. આ યાત્રામા હડમતિયાના બહોળી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો, સરપંચશ્રી અને પંચાયત સદસ્યો, શિક્ષકગણ હાજર રહી ભાવાંજલી અર્પણ કરવામા આવી હતી.

- text

જેમણે બ્રિટિશ રાજ પછી ૫૬૨ રજવાડાંને ભારતમાં ભેળવીને એક સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ એક અદ્વિતીય પ્રતિભા ધરાવતા વહીવટકાર પણ હતા, જેઓ નવી નવી સ્વતંત્રતા મેળવનારા રાષ્ટ્રને અસ્થિરતામાંથી સ્થિરતા તરફ લઈ ગયા.

એકતા યાત્રા આ અનન્ય રાષ્ટ્રીય સિમાચિહ્નના પ્રારંભની ઉજવણી કરે છે. એકતા યાત્રાનાં મૂળ આજીવન સમર્થ ભારતના નિર્માણ માટે અવિરત કાર્યશીલ ભારતના લોહપુરુષના અખંડ ભારતના મિશનમાં સમાયેલાં છે. તેમને સાદર શ્રદ્ધાંજલિ અર્પવા અને રાષ્ટ્રને એક બનાવવા માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્સાહપૂર્વક આ પહેલનો પ્રારંભ કર્યો છે. એકતા યાત્રા દ્વારા ગુજરાતના પ્રત્યેક ગામડા સુધી પહોંચીને સૌને સરદાર વલ્લભભાઈ પટેલની સિદ્ધિઓથી પ્રેરિત કરવામાં આવશે તથા તેમના કાર્યોને યાદ કરીને સૌથી અનન્ય રીતે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

- text