મોરબી સ્કિન સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ સનારીયાને રાજ્ય કક્ષાનો એવોર્ડ

- text


સમગ્ર સૌરાષ્ટ્ર મા પ્રથમ વખત ડો. પી.આર. ત્રિવેદી ફાઉન્ડેશન એવોર્ડ પ્રાપ્ત કરતા મોરબીના તબિબ

મોરબી : તાજેતર મા ઈન્ડીયન મેડીકલ એશોસિયેશન ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષાનુ અધિવેશન GIMACON-2018 યોજવા મા આવ્યુ હતુ. જેમા તબિબી ક્ષેત્રે વિવિધ પ્રકાર ની કામગીરી કરનાર તબિબો ને એવોર્ડ એનાયત કરવા મા આવે છે જેમાં પ્રવર્તમાન વર્ષે મોરબીના સ્કીન સ્પેશીયાલીસ્ટ-ડર્મેટોલોજીસ્ટ સ્પર્શ ક્લીનીક વાળા ડો. જયેશ ભાઈ સનારીયાને વર્ષ દરમિયાન તબિબી ક્ષેત્રે તેમણે કરેલ કામગીરી બદલ ડો. પી.આર. ત્રિવેદી ફાઉન્ડેશન એવોર્ડ ગુજરાત રાજ્ય ના આરોગ્ય તેમજ કુટુંબ કલ્યાણ ખાતા ના ચિફ સેક્રેટરી આઈ.એ.એસ. અઘિકારી પૂનમચંદ ભાઈ પરમાર ના વરદ હસ્તે એનાયત કરવામા આવ્યો હતો.

- text

આજ દીન સુધી આ એવોર્ડ સૌરાષ્ટ્રના કોઈ તબિબ ને મળ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ એવોર્ડમા તબિબોએ કરેલ લોક કલ્યાણ, લોક જાગૃતિ, સ્કુલ હેલ્થ પ્રોગ્રામ, ગ્રામિણ વિસ્તાર મા જનજાગૃતિ, રસીકરણ દ્વારા રોગ નિવારણ, નિદાન કેમ્પ સહીતના વિવિધ માપદંડોને આધારે મુલ્યાંકન કરી આઈએમએ ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષાએ આપવામા આવે છે ત્યારે મોરબીના તબિબની આ એવોર્ડ માટે પસંદગી પામી મોરબી તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકને ગૌરવ અપાવ્યુ છે. તેમની આ સિધ્ધી બદલ ચોમેરથી શુભેચ્છાઓ મળવાની સાથે અભિનંદનની વર્ષા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ડો. જયેશ સનારીયા ની સ્પર્શ ક્લીનીક ને વર્ષ ૨૦૧૫-૧૬ મા ગુજરાત આઈએમએ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાનો બેસ્ટ ક્લીનીક એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો તે ઉપરાંત વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન મોરબી આઈએમએ દ્વારા બેસ્ટ એકેડેમિક એવોર્ડ પણ તાજેતરમા એનાયત કરવામા આવેલ હતો.

- text