મોરબીની નીતિન પાર્ક સોસાયટી છેલ્લા ૩ વર્ષથી પાણીથી વંચિત : આંદોલનની ચીમકી

- text


સ્થાનિકોની ચીફ ઓફિસરને રજુઆત : તાકીદે કાર્યવાહી કરવાની માંગ

મોરબી : મોરબીમાં વોર્ડ નં.૧૦માં આવેલ નીતિન પાર્ક સોસાયટીમાં છેલ્લા ૩ વર્ષથી પાણી આવતું ન હોવાથી સ્થાનિકોની હાલત કફોળી બની છે. ત્યારે આ મામલે તાકીદે કાર્યવાહી કરવા માટે સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજુઆત કરીને જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

લોક સરકારના મોરબી જિલ્લા ઈન્ચાર્જ યોગેશ રંગપરિયાએ ચીફ ઓફિસરને રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીના વોર્ડ નં. ૧૦ માં આવેલ નીતિન પાર્ક સોસાયટીમાં છેલ્લા ૩ વર્ષથી પીવાનું પાણી આપવામાં આવતું નથી. સ્થાનિકોએ પીવાનું તેમજ વાપરવાનું પાણી બહારથી વેચાતું લેવુ પડે છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

વધુમાં જણાવ્યું કે નગરપાલિકા સ્થાનિકો પાસેથી કરવેરા તો વસુલ છે. પરંતુ પ્રાથમિક જરૂરિયાત ગણાતું પાણીનું વિતરણ કરવામાં આવતું નથી. જો આ ગંભીર સ્થિતિનું નિરાકરણ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવ્યું હતું.

- text