મોરબી ત્રાજપર ચોકડી નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં છરી ઉડી

- text


સહકર્મચારીએ દારૂ પી કામે ન આવવા કહેતા પીધેલા શખ્સે છરી જીકી

મોરબી : મોરબી ત્રાજપર ચોકડી નજીક ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દારૂ ઢીચી કામે આવેલા કર્મચારીને દારૂ પી કામે ન આવવા જણાવતા છરીના ઘા ઝીકી લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ ત્રાજપર ચોકડી નજીક શિવશક્તિ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા દિવ્યરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.હાઉસીંગ બોર્ડ મકાન નંબર ૧૯૯૧ વાળાએ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સાથે કામ કરતા મોસીનભાઇ શેખ રહે મોરબી,વીશીપરા વાળો દારૂ પી ઓફીસ આવ્યો હોય દારૂ પી અહીં નોકરી કરવા ન આવવા કહેતા મોસીને નશાની હાલતમા એકદમ ઉશકેરાઇ જઇ ગાળો આપી છરી બતાવી દિવ્યરાજસિંહને ડાબા પગના સાથળ તથા ડાબા હાથની ટચલી આગળી એ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે બી – ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

 

- text