મોરબીના નીચી માંડલ ગામે બોલેરોની ચોરી

- text


મોરબી : મોરબીના નીચીમાંડલ ગામે બોલેરોની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નીચી માંડલ ગામે રહેતા ભરતભાઇ સુરાભાઈ રબારીએ પોતાની રૂ. ૧૫ લાખની કિંમતની જીજે ૩એ એક્સ ૨૭૩૪ નંબરની બોલેરો કાર ગત રાત્રે પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. જે કાર રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે તેઓએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text