રફાળેશ્વર નજીક જુગાર રમતા ૬ પકડાયા : એક ફરાર

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર નજીકના નળિયાના કારખાનાની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે રૂ.૬૭,૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વર નજીકના મોમાઈ નળિયા કારખાનાની ઓરડીમાં જુગાર રમતા ગલાભાઈ લાલજીભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા, વાસુદેવ બાલાભાઈ ભીમાણી, વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિહ રાઠોડ,મહાવીરસિંહ છત્રસિંહ ઝાલા અને પારસ ઉર્ફે સુલતાન ગિરધર વાઘેલા એમ છને ઝડપી રોકડ રકમ ૬૭,૫૦૦ અને મોબાઈલ નંગ છ કીમત ૧૦,૫૦૦ મળીને કુલ ૭૮૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી મનુભાઈ કરશનભાઈ મકવાણા નામનો શખ્શ નાસી ગયો હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

 

- text