વાંકાનેરમાં કોમી એકતાથી કૃષ્ણ જન્મની ઉજવણી : મુસ્લિમ બાળક બન્યો બાલગોપાલ

- text


જિનપરા વિસ્તારમાં કૃષ્ણ જન્મના વધામણા વખતે મુસ્લિમ દંપતીએ પોતાના બાળકને શ્રી કૃષ્ણ બનાવી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

વાંકાનેર : વાંકાનેરના જિનપરા વિસ્તારમાં જન્માષ્ટમીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કૃષ્ણ જન્મોત્સવના વધામણા વખતે એક મુસ્લિમ બાળક બાલગોપાલ બન્યો હતો. આમ મુસ્લિમ દંપતીએ પોતાના બાળકને શ્રી કૃષ્ણના પરિવેશમાં સુંદર રીતે તૈયાર કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

વાંકાનેરમાં જીનપરા શેરીનંબર ૯માં જન્માષ્ટમી પર્વ નિમિત્તે આર્યન ગ્રુપ દ્વારા સુશોભિત કલાકૃતિઓ બનાવવામાં આવેલ જેમાં શ્રીકૃષ્ણનાં હિંડોળા દર્શન, ભારતમાતા, કુરૂક્ષેત્ર નો રથ, કૃષ્ણનાં હાથ પર ગોવર્ધન પર્વત (સો કિલો વજનનો), હિમાલયમાં શિવલિંગ અને ગોકુળ નગરી ની કલાકૃતિ બનાવેલ આ કલાકૃતિઓ બનાવવા માટે કાર્યકરો છેલ્લા દસ દિવસથી મહેનત કરતા હતાં આજે વાંકાનેર માં પ્રથમ નંબરે આ સુશોભિત કલાકૃતિઓ આવી હતી.જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે રાસ ગરબા અને મટકી ફોડનું આયોજન કરવામાં આવેલ. જેમાં નટખટ કાનુડાનું પાત્ર ભજવનાર મુસ્લિમ બાળક આકર્ષણનું કેન્દ્ર બનેલ. અહાન ના પપ્પા શકીલ પીપરવાડિયા અને મમ્મી અનીશાબેન દ્વારા આ બાળકને કૃષ્ણના પરિવેશમાં સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. આમ કોમી એકતાના વાતાવરણમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કૃષ્ણ ભક્તો દ્વારા કરવામાં આવી હતી. આ કલાકૃતિઓ અને પ્રોગ્રામના આયોજનમાં ભાવેશભાઈ, પ્રતાપભાઈ, મનીષભાઈ, પ્રકાશભાઈ, સંદીપભાઈ, નિલેશભાઈ અને શેરીના રહેવાસીઓ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ અલૌકિક કલાકૃતિઓ જોવાનો લ્હાવો આજે નોમના દિવસે પણ ચાલુ રહેશે અને વાંકાનેર વાસીઓને ત્યાં પધારવા આર્યન ગ્રૂપે આમંત્રણ આપેલ છે.

 

 

- text