હળવદમાં થયેલ સિંચાઈ કૌભાંડ મામલે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

- text


તાલુકા પંચાયતના સભ્ય અને સાત ગામના સરપંચો સહિતનાઓએ યોગ્ય તપાસ કરવાની માંગ ઉચ્ચારી

હળવદ : હળવદ પંથકમાં જુદાજુદા પ૧ ગામોમાં નાની સિંચાઈ યોજના અંતર્ગત રૂ.પ.૮૩ કરોડ ફાળવવામાં આવ્યા છે ત્યારે મોટા ભાગના ગામોના તળાવોનું કામ માત્ર કાગળ પર જ બતાવી મોટા પાયે ગેરરીતી આચરી હોવાના અહેવાલ હળવદ બ્રેકીંગ અને મોરબી અપડેટમાં થયા બાદ તંત્ર બાબતે તપાસ શરુ કરી છે. ત્યારે આજરોજ આ સમગ્ર ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવાની માંગ સાથે હળવદના જાગૃત યુવાનો તેમજ તાલુકા પંચાયતના સભ્યો તથા ગામોના સરપંચોએ મામલતદારને આવેદન પત્ર પાઠવી યોગ્ય તપાસ કરવાની માંગ કરાઈ છે. તો સાથે જા દિવસ ૧૦માં યોગ્ય પગલા નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

- text

નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ તાલુકાના પ૧ ગામોમાં તળાવોનું રિનોવેશન માટે રૂ.પ.૮૩ કરોડ ફાળવવામાં આવ્યા છે ત્યારે આ રકમ તળાવના રિનોવેશનના કામ સબબે ખર્ચ કરવાની હોય છે પરંતુ લેભાગુ તત્વો દ્વારા નાણાનો ધનસંચય કરી લેતા સમગ્ર ભ્રષ્ટાચાર ખુલો પડવા પામ્યો હતો. જેથી આ અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ડો.ચતુરભાઈ ચરમારી, તાલુકા પંચાયત સદસ્ય ખેંગારભાઈ, સોંડાભાઈ, ઓધાભાઈ, નામોરીભાઈ, ભૂપતભાઈ તેમજ રાયધરાના સરપંચ માંડણભાઈ, રાણેકપરના સરપંચ હેમુભાઈ, સુરવદરના સરપંચ જીતેન્દ્રભાઈ, સરંભડાના સરપંચ શંકરભાઈ તેમજ ડી.કે.પટેલ, પ્રભુભાઈ, મશરૂભાઈ, હળવદ લોક સરકારના ઈન્ચાર્જ મહેશભાઈ, વાસુભાઈ, પ્રેમજીભાઈ સહિતનાઓએ મામલતદાર કચેરી ધસી જઈ સમગ્ર ભ્રષ્ટાચાર મામલે ધારપૂર્વક રજુઆત કરી હતી. તો સાથે જ આગામી દિવસ ૧૦ દરમિયાન ભ્રષ્ટાચારીઓ સામે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને તળાવોના કામમાં થયેલ ગેરરીતિ મામલે ઉગ્ર રજુઆત કરી રોષ વ્યકત કર્યો હતો.

ઉપરાંત આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તળાવના રિનોવેશનના કામમાં આયોજન નહીં પરંતુ વગર ઢંગધડાના કામો થયા અને આ અંગેના બીલો મુકી નાણા પણ ચુકવી દેવામાં આવ્યા છે તેમજ આ કામગીરી અંગે નાણા ચુકવવાના બાકી હોય તેવા કામની યોગ્ય તપાસ કર્યા બાદ ફાળવણી કરવાની માંગ પણ ઉચ્ચારવામાં આવી હતી.

- text