મોરબીમાં જલરામ મંદિર દ્વારા ૩૦મીથી રાહતદરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ

- text


એડવાન્સ બુકીંગની જરૂર નહી : વહેલા તે પહેલાના ધોરણે મીઠાઈ અને ફરસાણનું વિતરણ

મોરબી : મોરબી જલારામ મંદીર દ્વારા સાતમ-આઠમના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય માટે રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ તા.૩૦ થી શરૂ કરવામાં આવશે. જેના માટે કોઈ એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે નહી.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેર ના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સાતમ-આઠમ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે અમૂલ શુધ્ધ ઘી ની મિઠાઈ તેમજ ફરસાણ વિતરણ આગામી તા-૩૦ના રોજ બોડ ચોથ થી શરૂ થશે. જેમા વિવિધ પ્રકાર ની મિઠાઈઓ તેમજ ફરસાણ રાહતદરે તાજા સ્ટોક માંથી ઉપલબ્ધ થશે. મિઠાઈ તેમજ ફરસાણ મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી વહેલા તે પહેલા ના ઘોરણે ઉપલબ્ધ થશે.

- text

લિસા લાડુ, મોતીચુર લાડુ, મેસુબ, ચોકલેટ બરફી, ગુલાબ બરફી, રાજભોગ બરફી, જાંબુ, થાબડી, મોહનથાળ, ટોપરાપાક, મગફળી પાક સહીતની મિઠાઈઓ તથા ભાવનગરી ગાંઠીયા, ભાવનગરી ઝીણા ગાંઠીયા, તીખા ગાંઠીયા, તીખા ગાંઠીયા ઝીણા, પાપડી ગાંઠીયા, સેવ, તીખી સેવ, મોરુ ચવાણુ, તીખુ ચવાણુ, સક્કરપારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, ફરાળી ચેવડો સફેદ, ફુલવડી, ભાખરવડી, લસણીયા ગાંઠીયા, તીખી દાળ, બટેકા વેફર, કેળા વેફર સહીતનુ ફરસાણ રાહતદરે તાજા સ્ટોકમાંથી ઉપલબ્ધ થશે. મિઠાઈ તેમજ ફરસાણ મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી વહેલા તે પહેલા ના ઘોરણે ઉપલબ્ધ થશે. વિતરણ જલારામ પ્રાર્થના મંદીર, લાતી પ્લોટ ખાતે થી થશે તેમજ પ્લાસ્ટીક પર પ્રતિબંધ હોય દરેકે બેગ સાથે રાખવાની રહેશે તેમ સંસ્થાના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

 

 

- text