મોરબીના મોચી ચોકમાંથી જુગાર રમતા ૪ પકડાયા

- text


એ ડિવિઝન પોલીસે રોકડ રૂ. ૧૨૫૩૦ જપ્ત કર્યા

મોરબી : મોરબીના મોચી ચોકમાંથી એ ડિવિઝન પોલીસે જુગાર રમતા ૪ શખ્સોને રોકડ રૂ. ૧૨૫૩૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મોચી ચોકમાં ભરવાડ શેરીમાં જુગાર રમતા આમદ સતાર કાશમાણી, શબ્બીર અબ્બાસ તરકબાણ, મનોજ સતા ડાભી અને દિપક મનોજ રાતડીયાને રોકડ રૂ. ૧૨૫૩૦ સાથે પકડી પાડી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text