હળવદના સુપ્રસિધ્ધ શરણેશ્વર મંદિરે રક્ષાબંધન નિમિતે ભવ્ય લોકમેળો યોજાયો

- text


શહેરીજનોનો મેળાને મહાલ્વા મોટી સંખ્યામાં ઉમટી પડયા : જુદીજુદી રાઈડ્‌સોમાં જાવા મળી ભારે ભીડ

હળવદ : હળવદ શહેરના શરણેશ્વર મંદિરના ઉપવનમાં આજે પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકમેળામાં માનવ મહેરામણ મેળાને મહાલ્વા ઉમટી પડયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાધીશ મિત્ર મંડળ દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે લોક મેળા યોજાયો હતો.

- text

હળવદ શહેરના શરણેશ્વર ઉપવન ખાતે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં હળવદ દ્વારકાધીશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરાયું હતું. એક દિવસીય ચાલતા આ લોકમેળોમાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. લોકમેળામાં આવેલ વિવિધ રાઈડ્‌સોમાં ભારે ધસારો જાવા મળ્યો રહ્યો છે. એક બાજુ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને બીજી બાજુ રવિવારનો દિવસ એટલે મેળાને મહાલ્વોનો દિવસ. ત્યારે શરણેશ્વરના ઉપવનમાં યોજાયેલા આ મેળામાં સાંજથી ભારે લોકોનો ધસારો જાવા મળ્યો હતો. ઉપરાંત જુદીજુદી રાઈડસની મોજમસ્તી માણવા બાળકો સાથે યુવાનોએ પણ મેળાનો લુપ્ત લીધો હતો. હળવદના સુપ્રસિધ્ધ ગણાતા શરણેશ્વર મહાદેવના દર્શનનો લાભ લઈ સાથે રક્ષાબંધનના દિવસે ભરાતા આ લોકમેળામાં માનવ મહેરામણું ઉમટી પડયું હતું.

- text