વાંકાનેર તીથવા એસ.ટી રૂટ વારંવાર કેન્સલ કરતા વિદ્યાર્થી અને આગેવાનોએ ચક્કાજામ કર્યો

- text


વાંકાનેર : વાંકાનેર થી તીથવા વાયા અણીટીબા એસ.ટી.બસ માં અમરસર અણીટીબા અને તીથવા ના લગભગ દોઢસો જેટલા વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે આ બસને અવારનવાર કેન્સલ કરી નાખવામાં આવે છે, જેના કારણે આ દોઢસો જેટલા વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય બગડે છે આ બાબતે આ વિસ્તારના આગેવાનોએ રજૂઆત કરી હતી આમ છતાં આ રૂટ કેન્સલ કરવાનું અવારનવાર ચાલુ રહ્યું છે. જેની સામે આજે આ આ રૂટ ના વિદ્યાર્થીઓ અને આગેવાનોએ તીથવા ખાતે બસને રોકી લીધી હતી.

મામલાને થાળે પાડવા પોલીસ દોડી આવી હતી અને તેમની સમક્ષ પણ આ રજૂઆત કરવામાં આવી હતી આગેવાનોની ફરિયાદ છે કે વાંકાનેર એસટી ડેપોમાં ફોનથી અથવા તો મૌખિક રજૂઆત કરવામાં આવે તેમનો કોઈ જવાબ નથી આપતા ટેલીફોન ઉપાડતા નથી, આમ વાંકાનેર એસટી ડેપો અધિકારી પોતાની મનસુફી મુજબ વર્તે છે અને આ દોઢસો જેટલા વિદ્યાર્થીનું શિક્ષણકાર્યની કોઈ એમને પરવા નથી. આજે બસને રોકી લેતા હવે પછી આ રૂટ નહીં કેન્સલ કરવામાં આવે તેવી ખાતરી આપતા બસને જવા દેવામાં આવી હતી.

- text

એક બાજુ સરકાર શિક્ષણ નો પ્રચાર-પ્રસાર કરે છે અને કોઈ યુવાન શિક્ષણ વગર ન રહે તેવી ઝુંબેશ ચલાવે છે ત્યારે આજ ગુજરાત સરકારનું સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિદ્યાર્થીના શિક્ષણ રોકવાનું કામ કરી રહ્યું છે જેમની સામે ગામ લોકોનો અને વિદ્યાર્થીનો ઉગ્ર રોષ છે આ વિદ્યાર્થીનું શિક્ષણકાર્ય ન બગડે તે ધ્યાને લેવું જોઈએ.

- text