માળીયા ભીમસર ચોકડી નજીક ટ્રકે હડફેટ લેતા રીક્ષા પલટી

- text


માળીયા : માળીયા હાઇવે પર ભીમસર ચોકડી નજીક ટ્રક ચાલકે રીક્ષા હડફેટ લેતા રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હાઇવે પર ભીમસર ચોકડી પેટ્રોલ પંપ પાસે રીક્ષા લઈને જતા અબ્બાસ સુલેમાનભાઇ મેર, ઉ-વ-૨૦. ધંધો રિક્ષા ડ્રાઇવીંગ રહે રણછોડનગર સરદારજીના બંગલા પાસે મોરબી મુળ-અંજીયાસર તા- માળીયા વાળાને GJ-૧૨-B.V ૭૫૭૬ના ટ્રક ચાલકે પુર ઝડપે ગફલતભરી બેફિકરાયથી ચલાવી પાછળથી ભટકાડી રિક્ષા પલ્ટી ખાય જતા ફેક્ચર જેવી ઇજા કરેલ તેમજ સાહેદોને નાની મોટી ઇજા કરી ટ્રક લઇ ભાગી જતા ગુન્હો નોંધાયો હતો.

- text