મોરબી : પાણીના ટાકામા ડૂબી જતાં અઢી વર્ષની બાળાનુ મોત

- text


મોરબી : મોરબીના લાયન્સનગરમાં અઢી વર્ષની માસૂમ બાળા રમતી વેળાએ પાણીના ટાંકામાં ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગરમાં રહેતી નિહારિકા વિજયભાઈ કબીરા નામની અઢી વર્ષની બાળા રમી રહી હતી. તે વેળાએ બાળા પાણીમાં ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text