પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી : સરકારી શાળાને રૂ. ૧૧ હજારની ભેટ

- text


લીલાપરના સેવાભાવી અગ્રણીએ લીલાપર પ્રાથમિક શાળાને રૂ. ૧૧ હજારની ભેટની સાથે શાળાના બાળકોને ભોજન પણ કરાવ્યુ

મોરબી : લીલાપર ગામના સેવાભાવી અગ્રણીએ તેમના પુત્રના જન્મદિને અનોખી ઉજવણી કરી હતી. તેઓએ સરકારી પ્રાથમિક શાળાને રોકડ ભેટ આપી સાથે શાળાના બાળકોને ભોજન કરાવી પુત્રના જન્મદિવસને સાર્થક બનાવ્યો હતો.

લીલાપર ગામના રહીશ નિલેશભાઈ વસરામભાઇ દેથરીયાએ તેમના પુત્ર અર્જુનના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. અર્જુનના જન્મદિને રવાપર સીઆરસીની લીલાપર પ્રાથમિક શાળાને રૂ. ૧૧ હજારની ભેટ આપવામાં આવી હતી. આ સાથે શાળાના બાળકોને ભોજન કરાવાયુ હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નિલેશભાઈ દેથરીયા, તેમના ધર્મપત્ની નયનાબેન, ભાઈ રવિભાઈ અને વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ પ્રસંગે શાળા પરિવારે અર્જુનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે નિલેશભાઈ દેથરીયાનો આભાર માનવામાં આવ્યો હતો.

 

- text