મોરબીમાં સીરામીક પ્લાઝા-૧ નજીક ગેરકાયદે મોબાઈલ ટાવર સામે દુકાનધારકોનો વિરોધ : કલેકટરને આવેદન

- text


પાણીના નિકાલની જગ્યા પર મોબાઈલ ટાવર ખડકી દેવાતા ૨૫ દુકાનોમાં પાણી ઘુસ્યા : ટાવર દૂર કરી વળતર આપવાની માંગ

મોરબી : મોરબીમાં નેશનલ હાઇવે પર આવેલા સીરામીક પ્લાઝા-૧ કોમ્પ્લેક્ષ પાસે ઉભા કરવામાં આવેલા મોબાઈલ ટાવર સામે દુકાનધારકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. પાણીના નિકાલની જગ્યા ઉપર ટાવર ઉભો કરી દેતા દુકાનમાં પાણી ઘુસ્યું હોવાની દુકાનધારકોએ રાવ કરી છે.

એડવોકેટ હીરાભાઈ કુંભારવાડિયા સહીત ના વેપારીઓએ જિલ્લા કલેકટરને રજુઆતમાં જણાવ્યું કે મોરબીમાં સામાકાંઠે ૮-એ નેશનલ હાઇવે પર આવેલા સીરામીક પ્લાઝા પાસે જગ્યાના માલિક અને મોબાઈલ કંપની દ્વારા અવૈદ્ય ટાવર ઉભો કરવામાં આવ્યો છે. પાણીના નિકાલની જગ્યાએ ટાવર ઉભો કરવામાં આવ્યો હોવાથી અહીંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. જેના કારણે ગત વરસાદમાં ૨૫ જેટલી દુકાનોમાં અડધા ફૂટ પાણી આવી ગયા હતા.

- text

દુકાનમાં પાણી ઘુસી જવાથી દુકાનધારકોને ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરતી વેળાએ જગ્યાના માલિક અને ટાવર અધિકારી દ્વારા દુકાન ધારકોનો અટકાવવામાં આવ્યા હતા. ઉપરાંત આ ટાવર પાસે ખુલ્લી જગ્યામાં વાયરો પડ્યા હોય અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. આ મામલે ટાવર દૂર કરી દુકાનધારકોનો વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

 

- text