મોરબીના સાપર ગામે જુગાર રમતા ૪ ઝડપાયા : રૂ. ૧૧ હજારની રોકડ કબ્જે

- text


મોરબી : મોરબીના સાપર ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને જુગર રમતા ૪ શખ્સોને રૂ. ૧૧ હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સાપર ગામે તાલુકા પોલીસે રેડ પાડીને આંગણવાડીના પાછળના ભાગે સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને જુગાર રમતા મહેશ હરખાભાઈ પાંચિયા, પુના હીરાભાઈ પાંચિયા, પેથા સિદ્ધરાજભાઈ હમીરપરા અને પ્રદ્યુમ્નસિંહ રણુભા જાડેજાને રૂ. ૧૧,૦૯૦ની રોકડ સાથે પકડી પાડયા હતા.

- text