ટંકારાના યુવા આગેવાન બીપીનભાઈ પ્રજાપતિનો આજે જન્મદિવસ

- text


ટંકારા : ટંકારા તાલુકા ભાજપના બક્ષિપંચ મોરચાના પ્રમુખ બીપીનભાઈ પ્રજાપતિનો આજે જન્મ દિવસ છે. અનેક સેવાકાર્યો સાથે સંકળાયેલા બીપીનભાઈ પર આજે અભિનંદન વર્ષા થઈ રહી છે.

ટંકારા તાલુકાના જબલપુર ગામના વતની બીપીનભાઈ પ્રજાપતિ હાલ રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ, ટંકારા મામલતદાર કચેરીના પુરવઠા સલાહકાર સમિતિના સભ્ય અને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના કન્વીનર તરીકે જવાબદારીઓનું વહન કરી રહ્યા છે.

- text

બિપિનભાઈ પ્રજાપતિ ટંકારા વિસ્તારમાં રહેતા અનાથ તેમજ મંદબુદ્ધિના લોકોને વિનામૂલ્યે ટિફિન અને દવાની સેવા આપે છે. ઉપરાંત તેઓ છેલ્લા ૮ વર્ષથી માનસિક અસ્થિર લોકોની સેવામાં જોડાયેલા છે. ગત વર્ષે ટંકારામાં પુરની સ્થિતિમાં તેઓએ ૧૧ લોકોના જીવ બચાવ્યા હતા. જેની વહીવટી તંત્રએ નોંધ લઈને રાજ્ય સરકાર સમક્ષ બીપીનભાઈને વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવે તેવી દરખાસ્ત કરી છે. આજે બીપીનભાઈ પ્રજાપતિને તેમના મો.નં. ૯૮૨૫૬ ૩૦૭૭૮ ઉપર અભિનંદન વર્ષા મળી રહી છે.

- text