મકનસર પોલીસ હેડક્વાટર્સમાં રિઝર્વ પોલીસ સબ ઇન્સ્પેકટર કચેરીનું લોકાર્પણ

- text


જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના હસ્તે નવનિર્મિત કચેરી ખુલ્લી મુકાઈ

મોરબી : નવરચિત મોરબી જીલ્લામાં જીલ્લા કક્ષાની કચેરીઓ કાર્યરત થયા બાદ હવે મોરબી જીલ્લા પોલીસ હેડક્વાર્ટર મકનસર નજીક આકાર લઇ રહ્યું છે જેમાં રીઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કચેરીનું એસપીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

મોરબી વાંકાનેર હાઈવે પર મકનસર નજીક મોરબી જીલ્લા પોલીસ હેડક્વાર્ટરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં રીઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કચેરીનું કામ પૂર્ણ થતાં કચેરીનું ઉદઘાટન જીલ્લા એસપી જયપાલસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે ડીવાયએસપી બન્નો જોષી તેમજ એએસપી અક્ષય રાજ મકવાણા તેમજ પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

પોલીસ હેડક્વાર્ટર બનાવવામાં લોકોનો જે સહયોગ મળ્યો છે તે બાબતે એસપી જયપાલસિંહ રાઠોડે લોકોનો આભાર માન્યો હતો તેમજ રિઝર્વ પોલીસ ફોર્સના ગઢવીએ સતત મોનીટરીંગ કરી કચેરીના સુંદર અને સુદ્રઢ નિર્માણની જવાબદારી સાંભળી હતી અને હવે કચેરી કાર્યરત થતા જીવંત બની જશે અને કામગીરીનો ધમધમાટ પણ જોવા મળશે.

- text