ભરત નાટ્યમમાં તાલુકા કક્ષાએ મેદાન માર્યા બાદ અમિષા રાચ્છની જિલ્લા કક્ષાએ કૂચ

- text


મોરબી : સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ ૨૦૧૮માં ભરત નાટ્યમમા પ્રથમ ક્રમે અમીષા રાચ્છ રહ્યા હતા. અમિષા રાચ્છ હવે જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પોતાની પ્રતિભા રજુ કરશે.

અમીષા ભરતભાઈ રાચ્છ એ વિશારદ માં ભારતનાટ્ય ની તાલીમ મેળવી છે અને ગયા વર્ષે યોજાયેલ કલા મહાકુંભ જીલ્લા સ્તરે સિલેક્ટ થયા હતા અને બરોડા ઝોન સુધી પહોંચ્યા હતા. અમીષા રાચ્છે આ વર્ષે યોજાનારા કલા મહાકુંભ ૨૦૧૮ માટે ખુબજ મહેનત કરી છે અને આગળના વર્ષથી વધારે સ્તરે પહોચવાનો આત્મવિશ્વાસ બતાવ્યો છે.

- text

હાલમાં તેઓ રાજકોટમાં ફિઝીયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને બોક્વા ઇન્સટ્રકટર માંથી ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ મેળવેલ છે તેઓ બોલીવુડ, બેલી ડાન્સ, ભાંગડા, સેમી કલાસિકલ તેમજ ગરબાની આવડત ધરાવે છે.

 

 

- text