મોરબી-જેતપર રોડને ફોરટ્રેક બનાવવા મુખ્યમંત્રીને રજુઆત

- text


વિકરાળ બનેલી ટ્રાફિક સમસ્યા નિવારવા ફોરટ્રેક રોડ બનાવવાની વિહિપ અગ્રણીની માંગ

મોરબી: મોરબી શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન દિવસેને દિવસે વીકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ ટ્રાફિકને કારણે લોકો સામે અકસ્માતનું મોટુ જોખમ ઉભું થયું છે. ત્યારે વિહિપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી-જેતપર રોડને ફોરટ્રેક બનાવવાની માંગ ઉઠાવી આવી છે.

વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી જણાવ્યું હતું કે જિલ્લો બન્યા બાદ મોરબીનો ઝડપી વિકાસ થયો છે. મોરબીમાં વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો નોંધાયો છે. જ્યારે રોડ પ્રમાણમાં સાંકડા છે. જેથી ટ્રાફિકનો પ્રશ્ન દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું કે મોરબી-જેતપર રોડ પર અનેક લોકો અપ-ડાઉન કરે છે. અકસ્માતની ભીતિ નિવારવા તેમજ ટ્રાફિક પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે મોરબી- જેતપર રોડને વહેલી તકે ફોર ટ્રેક બનાવવાની જરૂર છે.

- text