ટંકારાના હડમતિયા ગામે જમીન માપણીમાં ભૂલો : ખેડુતોમાં રોષ

- text


ઈ-સેન્ટ્રી મેઘના હેદ્રાબાદ કંપની દ્વારા થયેલ ભૂલ ભરેલી જમીન સર્વે માપણી સામે ઉચ્ચ અધિકારીઓ રજુઆત કરાશે

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં ઈ-સેન્ટ્રી મેઘના હેદ્રાબાદ કંપની દ્વારા થયેલ ખેડુતોની જમીન માપણીમાં અનેક વાંધા જોવા મળ્યા હતા.જયારે ખેડુતો પોતાની જમીન માપણીની સીટ લેવા ગ્રામપંચાયત કચેરીઅે અેકઠા થયા ત્યારે તમામ ખાતેદારો તેમની માપણી સીટ જોઈને ગુસ્સે ભરાયા હતા.

માપણી સીટ તેની જમીન ૭/૧૨/૮અ માં જે કાયદેસર બોલે છે તે પ્રમાણે છે જ નહી. કોઈને કોઈ વાંધા રીતસરના જોવા મળ્યા. ખાસ તો બીજાની જમીન બીજા સર્વે નંબરમા બોલવા લાગી તો કોઈને પુરુ ક્ષેત્રફળ, ગુંઠા, અેકર કે ચતુર્દિશા બંધ બેસતા ન આવતા ખેડુતો વિફર્યા હોય તેમ મામલો ગરમ થઈ ગયો હતો અને સરપંચે ખેડુતોવતી ગ્રામપંચાયતના લેટરપેડ પર લેખિત ઈ- સેન્ટ્રી મેઘના હેદ્રાબાદ કંપનીના કોન્ટ્રાકટરના આવેલ ચાવડા કનુભાઈને લેખિત અરજી આપી આ સર્વે માપણી તમામ ખાતેદારોને માન્ય નથી તેમ જણાવ્યું હતું

- text

આવતા દિવસોમાં ખેડુતવર્ગ સરકારના દ્વાર ખખડાવે તો ના નહી કલેકટર, મામલતદારને પણ લેખિત જાણ ટુંક સમયમાં કરશે. આ અેક ગામડાની વાત થઈ પણ ગામે ગામ આ ખેડુતોને પોતાની માપણી સીટ આપશે ત્યારે અસંતોષની આગ સાચી જોવા મળશે અને ખેડુતો દ્વારા આંદોલનના શ્રી ગણેશ થશે તે નક્કી છે.

- text