મોરબીના ગૂંગણ ગામે સાથણીની જમીનમાં માથાભારે ઇસમોના કબજા : આત્મવિલોપનની ચીમકી

- text


આત્મવિલોપનની ચીમકીથી કલેકટર તંત્ર હરકતમાં

મોરબી : મોરબીના ગૂંગણ ગામે સરકાર દ્વારા પછાતવર્ગને ફાળવવામાં આવેલી સાથણીની જમીન ઉપર કેટલાક માથાભારે ઈસમો દ્વારા કબજા કરી લેવાં આવતા અસરગ્રસ્ત પરિવારો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરી જાનમાલનું રક્ષણ કરવા માંગ કરી છે અન્યથા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા કલેકટર સમક્ષ જગજીવનભાઈ લક્ષમણભાઈ જાદવ સહિતના લોકોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે સરકાર તરફથી ગૂંગણ ગામે સાથનીમાં જમીન ફાળવવામાં આવી છે, પરંતુ આ જમીનમાં કેટલાક માથાભારે તત્વોએ કબજો જમાવી દીધો છે અને ધાકધમકી આપી રહ્યા છે જેથી અસરગ્રસ્ત લોકો વાવેતર કરી શકતા નથી.

- text

આ સંજોગોમાં માથાભારે લોકોના ત્રાસમાંથી છોડાવી ગરીબ પરિવારોના જાનમાલનું રક્ષણ કરવાની માંગ કરવામાં આવી છે જો તાત્કાલિક અસરથી આ માથાભારે લોકો સામે પગલાં ભરવામાં નહિ આવે તો ગૂંગણ ગામના રજુઆતકર્તાઓ દ્વારા આગામી તા. ૨ જુલાઈના રોજ કલેકટર કચેરી મોરબી ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે.

- text