વાંકાનેરમા મોટા વાહનોની પ્રવેશબંધિના કારણે એસટી બસમાં આવતા છાત્રોને હાલાકી

- text


બહારગામથી આવતા છાત્રોને શાળાએ પહોંચવા દરરોજ ૩ થી ૭ કિમી ચાલવુ પડે છે : ડેપો મેનેજરને રજુઆત

વાકાનેર : વાંકાનેર શહેરમાં મોટા વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવતા લુણસર, માટેલ અને ઢુવા વિસ્તારના અભ્યાસ અર્થે એસટી બસમાં આવતા વિધાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે એક જાગૃત નાગરિકે ડેપો મેનેજરને રજુઆત કરી આ પ્રશ્નનુ નિરાકરણ લાવવાની માંગ ઉઠાવી હતી.

ચિત્રાખાડા ગામના સુખદેવભાઈ ડાભીએ વાંકાનેર એસટી ડેપો મેનેજરને રજુઆતમાં જણાવ્યું હતું કે વાંકાનેર શહેરમાં નગરપાલિકા અને પોલીસ દ્વારા મોટા વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે એસટી બસને પંચાસર ચોકડી ખાતે જ સ્ટોપ કરી દેવામાં આવતા લુણસર, માટેલ અને ઢૂંવા ગામના અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિધાર્થીઓને ૩ થી ૭ કીમી. ચાલીને શાળાએ જવુ પડે છે.

- text

વિધાર્થીઓ પછાત વિસ્તારના હોવાથી તેઓને દરરોજ રિક્ષામાં જવું પોષાતું નથી. જેથી તેઓને મજબૂરીમાં દરરોજ પંચાસર ચોકડીથી ૩ થી ૭ કિમી ચાલીને જવું પડે છે.આ કારણે વિધાર્થીઓ શાળાએ પણ મોડા પહોંચે છે. જેથી લુણસર અને ઢૂંવા વિસ્તારની એસટી ૮ એ નેશનલ હાઇવે જકાતનાકા સુધી લંબાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

- text