મોરબીમાં એસો. ઓફ પિડીયાટ્રીસિયન્સ દ્વારા રવિવારે પેરન્ટીંગ વર્કશોપ

- text


નિષ્ણાંતો દ્વારા બાળકોના ઉછેરને લગતા વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

મોરબી : મોરબીના એશોશિયેશન ઓફ પિડીયાટ્રીસિયન્સ દ્વારા આગામી રવિવારના રોજ ટાઉન હોલ ખાતે સવારે ૮ થી ૧ દરમિયાન પેરન્ટીંગ વર્કશોપ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંતો દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

પેરન્ટિંગ વર્કશોપમાં ૨૧મી સદીમાં બાળકોનો શિસ્તબદ્ધ સર્વાંગી ઉછેર, તરુણાવસ્થાની સમજણ, બાળપણની ડિપ્રેશન, ચિંતા અને અન્ય સાયકોલોજીકલ તકલીફોની પ્રાથમિક જાણકારી તેમજ બાળકોના ખોરાક અંગે તથા આકસ્મિક પરિસ્થિતિની પ્રાથમિક સારવારની માહિતી વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે.

- text

વર્કશોપમાં ડો. નિશ્ચલ ભટ્ટ, ડો. નિમા સીતાપરા, ડો. મિલન રોકડ અને ડૉ. જાવડેકર પેરેન્ટ્સને વિશેષ માર્ગદર્શન આપશે. વર્કશોપનુ વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તેમ પ્રેસિડેન્ટ ડો. દિનેશ પટેલ , સેક્રેટરી ડો. મનીષ સનારીયા મો.નં. ૯૮૭૯૬ ૭૧૨૭૩ અને ટ્રેઝરર ડો. સંદીપ મોરી મો.નં. ૯૭૧૪૦ ૫૫૬૬૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text