મોરબીમાં પ્રથમ વરસાદે જ પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી : લાઈટ ગુલ

- text


પ્રિ મોન્સૂન એક્ટિવિટી માટે અનેક બેઠકોના દોર ચાલ્યા ‘તા : નજીવા વરસાદમાં લાઈટ ગુલ થતા વિજતંત્ર પર ફરિયાદોનો ધોધ

મોરબી : મોરબીમાં પ્રથમ વરસાદે જ વિજતંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. થોડા વરસાદમાં જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત આગામી દિવસોમાં વધુ વરસાદ સમયે પણ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

મોરબીમાં આજે સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી. ત્યારે ધીમી ધારે વરસેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પીજીવીસીએલ તંત્ર પર આજે રીતસર ફરિયાદોનો ધોધ થયો હતો. હાલ થોડા વરસાદમાં જ લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વધુ વરસાદમાં કારણે કેટલું સહન કરવું પડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આખરે લાંબો સમય સુધો રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ મોરબીમાં મહેર વરસાવી છે મોરબીમાં મોડી સાંજે ઝરમર વરસાદ શરૂ થતાં મોરબીવાસીમાં ખુશીનો લહેર જોવા મળી છે.

- text

ચોમાસા પૂર્વે આદેશ મુજબ વિવિધ સરકારી વિભાગોમાં પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલ દ્વારા પણ ચોમાસામાં ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટે પ્રિ મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવી હતી. આ માટે અનેક બેઠકોના દોર પણ ચાલ્યા હતા. ત્યારે આજે પડેલા વરસાદે આ પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.

- text