મોરબીમાં આહીર સમાજના સ્પર્ધાત્મક વર્ગમાં ડેપ્યુટી કલેકટર મિયાત્રાએ માર્ગદર્શન આપ્યું

- text


હાલ રાજકોટ ખાતે તાલીમ લઈ રહેલા આહીર સમાજના ગૌરવ સમાં ડેપ્યુટી કલેક્ટર આશિષભાઈ મિયાત્રાએ છાત્રોનો જુસ્સો વધાર્યો

મોરબી : મોરબીમાં આહીર સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગમાં ૬૫ વિદ્યાર્થીઓ પોતાની ઉચ્ચ કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વર્ગ ૧ અને ૨ની પરીક્ષા પાસ કરીને રાજકોટમાં ડેપ્યુટી કલેક્ટરની ટ્રેનિંગ લઈ રહેલા આશિષભાઈ મિયાત્રાએ વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આહીર સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું શૈક્ષણિક કાર્ય શુરું કરવા માટે મુરલીધર ફાઉન્ડેશન ટીમ વતી મિહિરભાઈ, વિશાલભાઈ અને વનરાજભાઈ દ્વારા મોરબી અપડેટની ટીમને આ કાર્ય માં સાથ આપવા જણાવામાં આવ્યું હતું. જેમાં મોરબી અપડેટના સોશિયલ મીડિયામાં આ અંગેના ન્યૂઝ રિલિઝ કરવામાં આવ્યા હતા. જે ન્યૂઝને બહોળી સંખ્યામાં લોકોએ વાંચ્યા હતા.

- text

‘મોરબી અપડેટ’ના આ ન્યૂઝના આધારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા આહીર સમાજના ૧૪૦ છાત્રોએ સ્પર્ધાત્મક વર્ગની પ્રવેશ પરીક્ષા આપી હતી. જેમાં ૬૫ ભાઈઓ અને બહેનોની મેરીટના આધારે પસંદગી થતા તેઓએ વર્ગમાં પ્રવેશ મેળવ્યો હતો. આહીર સમાજનો આ સ્પર્ધાત્મક વર્ગ આવનારી ભરતી માટે ૯૦ દિવસ સુધી ચાલશે.

આ વર્ગમાં સોના માં સુગંધ ભરે તેમ હિર ઓફ આહીર ગણાતા આશિષભાઈ મિયાત્રા જેઓ હાલમાં જ વર્ગ ૧ અને ૨ ની પરીક્ષામાં પાસ થયા છે. અને ડેપ્યુટી કલેક્ટર માટેની ટ્રેનિંગ રાજકોટ ખાતે ચાલુ છે. તેમાંથી તેઓએ સમય કાઢી ને આહીર સમાજના ભાઈઓ અને બહેનોને પ્રોત્સાહિત કરવા મોરબી મુકામેં પધાર્યા હતા. તેમનો આ લેકચર વિધાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી રહયો હતો.

- text