મોરબી : હૂંડાઈના શોરૂમમાં ગાડી ઉતારતી વેળાએ લિફ્ટ તૂટતાં યુવાનનું મોત

- text


મોરબી : મોરબી હાઇવે પર આવેલ હૂંડાઈના શોરૂમમાં ગાડી ઉતારતી વેળાએ લિફ્ટનો બોલ તૂટતાં ગંભીર ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ મોરબીની ભાગોળે હાઇવે પર આવેલ હૂંડાઈના શોરૂમમાં ગાડી ઉતારતી વેળાએ લિફ્ટનો બોલ તૂટતાં સંદીપભાઇ હરીલાલ સેજપાલ ઉ.વ. ૩૪ રે. ટંકારાવાળા હુન્ડાઇ શો રૂમમાં લીફટમાંથી ગાડી નીચે ઉતારતા હતા ત્યારે લીપ નો બોલ્ટ તુટી જતા નીચે પડતા કમરના ભાગે ઇજા થતા પ્રથમ ક્રિષ્ના હોસ્પીટલ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

- text

માળીયામાં મીઠાના કારખાનામાં શોક લાગતા શ્રમિકનું મોત
માળીયા : માલિયાના હરિપર નજીક શંકર સોલ્ટ નામની ફેકટરીમાં કામ કરતા પરસોતમભાઇ જીવણભાઇ ચૌહાણ ઉ. ૩૦ ને ઇલેક્ટ્રીક શોક લાગતા મૃત્યુ નિપજયુ હતું. ઘટના અંગે પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text