મોરબી જિલ્લા ક્રાઇમ સમાચાર (22-06-18)

- text


(1) હળવદના વેગડવાવ ગામે પ્રેમ લગ્ન કરનાર જમાઈને ધોકાવી નાખતા સાસરિયા

હળવદ : હળવદના વેગડવાવ ગામે પ્રેમલગ્ન કરનાર જમાઈને બેફામ લમધારી નાખી સાસરિયાઓ પત્નીનું અપહરણ કરી લઈ જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર કેતનભાઈ અમ્રુતલાલ ઠક્કર જાતે લુહાણા ઉ.વ.૩૦ ધંધો વેપાર રહે- વેગડવાવ તા હળવદ વાળાએ તેમના આરોપી સસરા જયંતીભાઈ ભુદરભાઈ મકવાણા તથા તેની પત્ની અનસોયાબેન બન્ને રહે- હળવદ તથા ભરતભાઈ ત્રીભોવન, ધરમશી ત્રીભોવન, મનસુખ ત્રીભોવન ત્રણેય રહે- વેગડવાવ તથા ફરીનાં મામાજી સસરાં તથા મામીજી સાસું રહે બન્ને રાયસંગપુર તથા બિજા અજાણ્યાં દશેક જેટલા માણસો કે જેનાં નામ ઠામની ખબર નથી તે લોકોએ ફરિયાદીએ જયંતીભાઈ ભુદરભાઈની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય જેનું મનદુ:ખ રાખી આ કામનાં આરોપીઓએ ગે.કા.મંડળી રચી ફરીનાં ઘરમાં પ્રવેશ કરી બોલાચાલી કરી ગાળો આપી ફરી તથા સાહેદને મુઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીની પત્ની સાહેદ રીનાબેન ને બળઝબરી પુર્વક અપહરણ કરી લઈ જઈ ગુન્હો કરતા રાયોટ અંગે ગુન્હો નોંધાવ્યો છે. ઘટના અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2) હળવદના ચરાડવામાં શેઢા તકરારમાં જાનથી મારી નાખવાની ધમકી

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં શેઢા તકરાર મામલે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળ્યા મુજબ હળવદના ચરાડવા ગામની સીમમાં શેઢા તકરાર મામલે ફરિયાદી હરેશભાઇ ઉકાભાઇ સોનાગ્રા ઉ. ૨૯ ધંધો ખેતી રહે. ચરાડવા ગોપાલનગર નવાપ્લોટમા તા હળવદ જી. મોરબી વાળાને (૧)મનજીભાઇ પ્રભુભાઇ સોનાગ્રા (૨) હસમુખભાઇ પ્રભુભાઇ સોનાગ્રા
(૩)પ્રવિણભાઇ પ્રભુભાઇ સોનાગ્રા (૪) પ્રભુભાઇ ગંગારામભાઇ સોનાગ્રા (૫) અનસોયાબેન હસમુખભાઇ સોનાગ્રા રહે. તમામ ગામ ચરાડવા તા હળવદ વાળાઓએ વાડીના શેઢા બાબતે મનદુખ ચાલતુ હોય તે બાબતેનો ખાર રાખી ગેરકાયદે મંડળી રચી ગાળો આપી ઢીક્કા પાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

(3) લજાઈમાં પેટ્રોલ પુરાવા મામલે ડખ્ખો : એસ્ટ્રોસિટી

મોરબી : રાજકોટ મોરબી હાઇવે પર લજાઈ નજીક પેટ્રોલ પમ્પ ઉપર પેટ્રોલ પુરાવા મામલે માથાકૂટ થતા લજાઈના અનુજાતિ. યુવાનને મારમારી જાતિ પ્રત્યે હડધૂત કરતા એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળ્યા મુજબ નટવરલાલ મનજીભાઈ મકવાણા જાતે-અનુ.જાતી ઉવ.૪૩ ધંધો-મજુરી રહે.લજાઈ તા.ટંકારા જી.મોરબી વાળા લજાઈ ખાતે આવેલા સિલ્વર પેટ્રોલ પમ્પ ઉપર પેટ્રોલ ભરવા ગયા ત્યારે (૧)સલીમ આમદ સંધી રહે.નશીતપર તા.ટંકારા (૨)અનવર મામદ સંધી રહે.લતીપર તા.ધ્રોલ
(૩)ઈરસાદ લતીફ બ્લોચે ફરિયાદી સાથે માથાકૂટ કરી હતી. વધુમાં પેટ્રોલ પુરવા બાબતે બોલાચાલી થતા આરોપી નં-(૧)નાઓએ ફરી.ને ભુંડાબોલી ગાળો આપી તથા આરોપીનં-(૨) નાઓ એ ફરી.ને ફડાકા મારી તેમજ આરોપી નં-(૩) નાઓ એ પણ ફરી.ને ભુંડા બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે હડધુત કરી ગુન્હામા એકબીજાની મદદગારી કરતા આ મામલે પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text