મોરબી : પાંચ મહિલા જુગાર રમતા ઝડપાઇ

- text


મોરબી : મોરબીના લાયન્સનગરમાં પોલીસે જુગાર રમતી પાંચ મહિલાને પકડી પાડી રોકડ રકમ રૂ. ૨૨,૪૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન લાયન્સનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે આરોપી દક્ષાબેન અશોકભાઈ ખાંભલા રહે. લાયન્સનગર, ભાવેશ્વરીબેન મનુભાઈ કારિયા રહે. ગોપાલ સોસાયટી,અનીશાબેન કાસમભાઈ ચાનિયા રહે. મકરાણીવાસ મોરબી, જશીબેન અશોકભાઈ ખાંભલા રહે. રણછોડનગર અને રીટાબેન ઇમરાનભાઈ ચાનિયા રહે. લાયન્સનગર એ પાંચ મહિલાઓને ૨૨,૪૦૦ રૂપિયાની રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી લીધી હતી.

- text