મોરબી નજીક કારખાનાના છાપરા પરથી પડી જતા યુવકનું મોત

- text


મોરબી : મોરબી નજીક પીપળી રોડ પર આવેલા કારખાનામાં છાપરા ઉપરથી પડી જતા યુવકનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ મામલે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક પીપળી રોડ પર આવેલ પરમ મિનરલ કારખાનાના છાપરામાંથી પડી જતા રમેશભાઈ ભીમજીભાઈ ક્લોલા ઉ.વ. ૩૮નું મોત નિપજયુ હતું. તાલુકા પોલીસે આ મામલે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text