હળવદના માથક ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ : ૪ ઘાયલ

- text


બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી : પરિસ્થિતિ વણસે નહિ તે માટે પોલીસ કાફલો તૈનાત કરાયો

હળવદ : હળવદ તાલુકાના માથક ગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પરિસ્થિતિ વણસે નહિ તે માટે પોલીસ કાફલો પણ તૈનાત કરાયો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના માથક ગામે ગત રાત્રીના ૯ વાગ્યાના અરસામાં ઠાકોર સમાજના બે જૂથ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. જેમાં ચારને ઈજાઓ પહોંચતા તેઓને મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં હળવદ પી આઈ એમ.આર.સોલંકી, પીએસઆઈ પી.જી. પનારા, હે.કો. વસંતભાઈ વધેરા સહિતનાઓએ માથક ગામે દોડી જઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.જયારે આ બનાવ બાબતે બન્ને જુથ દ્વારા સામસામીં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

જેમાં ફરિયાદી અજપભાઈ રૂડા કોળીએ વાલજી મનુ કોળી, ચતુર વાઘજી, રોહિત વાઘજી, મહેશ વાઘજી, સવજી બચુ, જગા બચુ સહિત ૯ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે ફરિયાદી બચુભાઈ અમરશીબાઈ કોળીએં અજય રૂડા, રૂડા ભીખા, ચતુર મેરા, સંજય રૂડા કોળી સામે ફરિયાદ નોંધાવી છે, જયારે જુથ અથડામણના બનાવમાં ઈજાગ્રસ્ત ચતુરભાઈ. સંજયભાઈ, અજપભાઈ રૂડા, જગાભાઈ સહિત ચાર લોકોને સારવાર અર્થે મોરબી ખસેડાયા છે. જયારે આ બનાવની વધુ તપાસ હળવદ પીએસઆઈ પી.જી.૫નારા ચલાવી રહ્યાં છે.

- text