વાંકાનેર : વાલાસણ ગામે દફનાવેલી યુવાનની ડેડબોડી કોર્ટના આદેશથી બહાર કઢાઈ

- text


વાંકાનેર: વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા હુસેનભાઈ કડીવારનો એકનો એક પુત્ર જાવીદનું ગત તા. 14/2/2018ના રોજ મૃત્યુ થયું હતું. જેમની વાલાસણ ખાતે દફન વિધિ કરવામાં આવી હતી. મૃતક યુવાનના પિતાએ તેમના પુત્રની હત્યા થયાની શંકા સાથે કોર્ટના દ્વાર ખટખટાવતા આજે કોર્ટના આદેશથી ડેડબોડી બહાર કાઢીને FSL માટે મોકલવામાં આવી છે.

- text

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ જાવિદે હુસેનભાઈ કડીવાર નામના યુવાને આશરે 8 વર્ષ પહેલાં કુલસુમ રહીમભાઈ કડીવાર નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. થોડા સમયથી તેમને માથાકૂટ થતી હોવાથી તે વાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટીમાં રહેવા જતો રહેલ , ત્યાં પણ તેમની સાથે માથાકૂટ થતી રહેતી અંતે જવીદ કંટાળીને વાલાસણ આવી ગયેલ.. તા.14/2/2018ના જાવીદને તેમની પત્નીએ વાંકાનેર બોલાવ્યો હતો, જાવીદ હમણાં પાછો આવું છું કહીને ગયેલ પરંતુ સાંજના વાલાસણ તેમના મોતના ખબર આવ્યા. અને જાહેર એવું થયું કે જાવિદે દવા પીને આત્મ હત્યા કરી છે. આ બાબતે જાવીદના પિતાને શંકા હતી તે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા પણ પોલીસે આમાં હત્યા જેવું કાંઈ છે નહી તારા છોકરાએ આત્મહત્યા જ કરી છે આવું કહીને ફરિયાદ ન લીધી અને કાઢી મુક્યા. અંતે પિતાએ તા.11/5/2018 ના રોજ પોતાના પુત્રનું ખૂન થયું છે તેવી કોર્ટમાં ફરિયાદ કરી, જેમાં જાવીદની પત્ની ફૂલસમ, સાસુ નુરીબેન, સાળો આરીફ, સસરા રહિમભાઈ મેસણીયા (ઘીયાવડ) તથા તેમના મળત્યાઓ સામે કોર્ટમાં ફરિયાદ કરતા અને કોર્ટે આદેશ કરતા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી છે. અને કોર્ટના આદેશથી જાવીદની આશરે ચાર મહિના પૂર્વે દફન કરેલ લાંશ આજે FSL માટે બહાર કાઢવામાં આવી હતી. આ સમયે વાલાસણ કબ્રસ્તાન પાસે લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા.

- text