ક્વોરી ઉદ્યોગને અન્યાય દૂર કરવા મોરબી ક્વોરી એસોસિએશન દ્વારા આવેદનપત્ર

- text


જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જુદા – જુદા ૧૫ પ્રશ્નો અંગે કરી રજુઆત

મોરબી : રાજ્યના વિકાસમાં સહભાગી એવા સ્ટોનક્રશર ઉદ્યોગને રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલી હેરાનગતિ મામલે આજે મોરબી જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવી જુદા – જુદા ૧૫ મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ક્વોરી ઉદ્યોગ માટે આરટીઓમાં ફરજીયાત સાધનો અને ખનીજ વહન કરતા વાહનોનું રજીસ્ટ્રેશન કરવા તેમજ ખાનગી જમીનમાં હરરાજીથી લીઝ આપવા સહિતના જુદા જુદા નિયમોને કારણે ક્વોરી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાતા આજે મોરબી જિલ્લા ક્વોરી એસોસિએશનના પ્રમુખ મગનભાઈ સોજીત્રાની આગેવાનીમાં ક્વોરી માલિકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- text

વધુમાં આ આવેદનપત્રમાં ક્વોરી ઉદ્યોગના વર્ષો જુના એ.ટી.આર બંધ કરવા, માઇનિંગ મશીનરી વાહનોનું રજીસ્ટ્રેશન, ક્વોરી ઝોન જાહેર કરવા, લીઝ વિસ્તારની માપણી, ખનીજ વહન, સ્ટોક રજીસ્ટર સહિતની જુદી – જુદી પડતર ૧૫ માંગણીઓનો ત્વરિત ઉકેલ લાવી ખોટી હેરાન ગતિ બંધ થાય તેવા પગલાં ભરવા માંગણી ઉઠાવી હતી.

- text