મોરબી : નર્મદા કમાન્ડના વિસ્તારોને સિંચાઈનું પાણી આપવા મુખ્યમંત્રીને રજુઆત

- text


ચોમાસુને થોડા દિવસો બાકી છે ત્યારે ડેમમાં પડેલ પાણીના જથ્થાનો યોગ્ય ઉપયોગ કરવાની માંગ

 

મોરબી : મોરબી જિલ્લામાં નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખરીફ વાવેતર સિઝન માટે નર્મદાનું પાણી આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ માંગણી ઉઠાવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા મોરબી પંથકના ખેડૂતોને ઉનાળુ સિંચાઇ ન આપીને ખેડૂતો ને અન્યાય કરવામાં આવેલ છે. નર્મદા ડેમ માં કેટલું પાણી આવેલ હતુ અને તે પાણી ક્યાં વપરાચું તે બાબતે ને પણ ન ગણકારતા હવે ચોમાસું ખુબ જ નજદીક છે અને મુંબઈ માં તો વરસાદે પધરામણી પણ કરી દીધેલ છે. ત્યારે હાલમાં નર્મદા ડેમ માં જે પાણીનો જથ્થો છે તેમાંથી સુરેન્દ્રનગર તેમજ મોરબી જીલ્લા ના ખેડૂતો આગોતરું વાવેતર કરવા માટે પાણી આપવા માંગણી ઉઠાવી છે.

- text

વધુમાં જો ખેડૂતોને આગોતરું વાવેતર કરવા દેવામાં આવેતો જે તે વિસ્તારના ખેડૂતોને ઉત્પાદનમાં ખુબજ મોટો ફાયદો થાય તેમ છે અને રવિ સીઝન માટે પણ આગોતરો પાક વહેલો પાકવાથી આયોજન કરી શકાય તેમ હોવાનું જણાવ્યું છે.

આથી જો અત્યારે ખેડૂતોને પાણી આપવામાં આવે તો બે સીઝનના પાકને આના થી ફાયદો થશે અને બાકી રહેલ પાણી ચોમાસામાં સારા વરસાદ થતા ડેમ ઓવરફ્લો થશે તો વધારાનું પાણી દરિયામાં ચાલ્યું જશે તો હાલ માં જે પાણી પડ્યું છે. તેનો કોઈ ફાયદો થશે નહી પરંતુ જો આ પાણી ખેડૂતો ને આપવામાં આવશે તો ખેડૂતો તે ખુબજ મોટો ફાયદો થાય તેમ હોવાનું રજૂઆતના અંતે જણાવાયુ છે.

- text