મોરબીમાં નો ટોબેકો દિવસે ૧૪ બંધાણીઓ દંડાયા : રૂ. ૨૩૫૦ નો દંડ વસુલાયો

- text


વ્યસનીઓને બોધપાઠ આપવા દંડ વસૂલી બિસ્કિટના પેકેટ અપાયા

મોરબી : આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શહેરના જુદા – જુદા વિસ્તારોમાં ફરી વ્યસનીઓને જાહેરમાં ધુમ્રપાન કરતા ૧૪ લોકોને ઝડપી લઈ રૂ. ૨૩૫૦ નો દંડ ફટકારી બિસ્કિટના બે બે પેકેટ પણ આપ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના મૌલિકભાઈ પંડ્યા અને અજયભાઈ શ્રાવ તેમજ તેમની ટીમ દ્વારા ધુમ્રપાન અટકાવવા જુદા – જુદા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી જાહેરમાં ધુમાડા કાઢતા ૧૪ વ્યસનીઓને ઝડપી લઈ રૂપિયા ૨૩૫૦ નો દંડ વસુલ કર્યો હતો.

- text

સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોને ધુમ્રપાન અને તમાકુની આદતમાંથી છુટકારો મેળવવા સોનેરી સલાહ આપી હતી અને જે જે લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો તેમને બિસ્કિટના બે – બે પેકેટ પણ આપવામાં આવ્યા હતા.

- text