હળવદ પાલીકાના આવકનો દાખલો નિયમ મુજબ હોવા છતાં નાછૂટકે કરવું પડે છે સોગંદનામું

- text


જિલ્લા કલેકટર અને મામલતદારને આવકના દાખલાના સોગંદનામા મામલે પૂર્વ પાલીકા સભ્યએ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત
સરકારની વિવિધ યોજનામાં શહેરી વિસ્તારના લોકોને આવક દાખલા મામલતદારનો ફરજીયાત હોય છે ત્યારે હળવદમાં નગરપાલિકાના ચીફ ઓફિસરના આવક નોંધાણી વાળા દાખલા કાઢયા બાદ મામલતદારમાં આવકના દાખલા માટે સોગંદનામુ કરાવીને અરજદારોને ખોટા ખર્ચે કરવો પડે તે સોગંદનામુ બંધ કરવા પાલિકાના પૂર્વ સભ્યે જિલ્લા કલેકટર અને મામલતદારને લેખિતમાં રજુઆત કરી સોગંદનામુ બંધ કરવા માંગ કરેલ છે.

- text

હળવદ મામલતદાર કચેરીમાં આવકના ઓનલાઇન દાખલા કઢાવવા જતા અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાખલો હોવા છતાં સોગંદનામું ફરજીયાત માંગે છે હકીકત એ છે કે શહેરી વિસ્તારમાં ૬૭ હજારથી વધારે આવક હોય તો તેના માટે સોગંદનામાની આવશ્યકતા રહેતી નથી અને ગુજરાતના એક પણ શહેરમાં આ પ્રકારે ૬૭ હજારથી વધુ આવકના દાખલા માટે સોગંદનામાં અરજદારો પાસે માંગવામાં આવતા નથી અને તેવો ગુજરાત સરકારનો પણ જી.આર છે તેમ છતાં હળવદ શહેરમાં ૬૭ હજારથી વધુ આવકના દાખલા માટે ફરજીયાત સોગંદનામાં માંગી અને અરજદારોને ધરમના ધક્કા ખવડાવી અને ખર્ચના ખાડામાં ઉતારવામાં આવે છે.
નોંધનીય છે કે એક સોગંદનામું કરાવવામાં 250 થી 300 રૂપિયાનો ખર્ચ થાય છે અને અરજદારોને મુખ્યમંત્રી અમૃતમ માઁ વાત્સલ્ય કાર્ડ કાઢવામાં અને અન્ય સરકારી યોજનાઓ માટે અવારનવાર આવકના દાખલાની જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે આ અંગે નગરપાલિકાના પૂર્વ સભ્ય તપનભાઈ દવે કલેકટર અને મામલતદારને લેખિતમાં રજુઆત કરેલ છે. આ રજુઆતમાં જણાવ્યા પ્રમાણે અાવકના દાખલામાં સોગંદનામું ન લેવું તેવી જાણ કરી છે તો ભવિષ્યમાં કાયદાકીય રીતે આવકના દાખલા કાઢી આપી અને સોગંદનામું ન લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text