મોરબીના ઋષભનગરમાંથી ચોરી કરેલ બાઈક સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબીમાં બાઈક ચોરી કરનાર વઢવાણનો શખ્સ અગાઉ ૬ મહિના પહેલા રાજકોટમાં પણ ચોરીના ગુનામાં પકડાયો ‘તો

મોરબી: મોરબીના ઋષભનગરમાંથી ગત તા. ૧૩ના રોજ બાઈકની ચોરી થઈ હતી. આ બાઈક સાથે વઢવાણના એક શખ્સને ઝડપી લઈને પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઋષભનગરમાં પાર્ક કરવામાં આવેલ બાઈક ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરી થયેલા આ બાઈક સાથે એક શખ્સ ત્રાજપર ચોકડીએથી નીકળવાનો હોય તેવી બાતમી મળતા પોલિસે વોચ ગોઠવી હતી. બાદમાં ચોરી કરેલા જીજે ૦૩ જેએસ ૦૪૦૩ નંબરનું બાઈક લઈને નીકળેલા ધરમ જસવંતભાઈ રાજગોર ઉ.વ.૨૨ રહે. વઢવાણને બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ શખ્સ રાજકોટ શહેરમાં વાહન તેમજ મોબાઇલની ચોરીના ગુનામાં ૬ માસ પહેલા પકડાયો હતો.

- text