હળવદના ચરાડવા ગામનું આરોગ્ય કેન્દ્ર જ માંદુ, ઓટલા પર સુવડાવીને દર્દીની સારવાર કરાઈ છે

- text


પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાના નામે મીંડું : નવા આરોગ્ય કેન્દ્રનું એક વર્ષ પહેલાં ખાતમુહૂર્ત તો કરાયુ પરંતુ કામ હજી શરૂ થયું નથી

મોરબી: હળવદના ચારડવા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાને લીધે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક જ બેડ હોવાથી દર્દીઓને ઓટલા પર સારવાર લેવાની ફરજ પડે છે.

હળવદના ચરાડવા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાના નામે મીંડું હોવાની ફરિયાદો ઉઠી છે.આસપાસના દસેક ગામોના એકમાત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાના અભાવે દર્દીઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. ઉપરાંત અન્ય મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું એક વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હજુ સુધી આ નવા આરોગ્ય કેન્દ્રનું કામ શરૂ કરવામાં આવ્યું નથી.

- text

ચરડવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાતના સમયે બંધ કરી દેવામાં આવે છે.જેથી રાતના સમયે જો કોઈ ઈમરજન્સી કેસ હોય તો દર્દીને દૂર સુધી લંબાવવું પડે છે. ઉપરાંત આ આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક બેડની જ સુવિધા છે. દર્દીઓને ના છૂટકે ઓટલા પર સૂઈને સારવાર લેવી પડે છે. ત્યારે આ આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સુવિધા ઉભી કરીને નવા આરોગ્ય કેન્દ્રનું કામ તાકીદે શરૂ કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી છે.

- text