મોરબી જિલ્લામાં વિચરતી જાતિના ૭૫ લોકોને અપાયા જાતિના પ્રમાણપત્રો

- text


વિચરતા સમુદાય સમર્થન મંચના પ્રયાસોથી કાંગસિયા અને સરાણીયા સમુદાયના લોકોને મળ્યો જાતિનો પુરાવો

મોરબી : મોરબી જિલ્લામાં છુટાછવાયા વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના ૭૫ લોકોને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મહેશ્વરીના હસ્તે જાતિ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના કાંગસિયા અને સરાણીયા સમુદાયના લોકોને જાતિ પ્રમાણપત્ર અપાવવા વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા અરજી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગની ટીમે જે તે વિસ્તારમાં રૂબરૂ જઈને આગળની કાર્યવાહી કરીને જાતિના પ્રમાણપત્રો ઇસ્યુ કર્યા હતા.

- text

ત્યારબાદ આ જાતિના પ્રમાણ પત્રો વિતરણ કરવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેશ્વરીના હસ્તે વિચરતી અને વિમુક્ત જાતિના કાંગસિયા અને સરાણીયા સમુદાયના ૭૫ લોકોને જાતિનું પ્રમાણ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા વિચરતા સમુદાય સમર્થન મંચના કાર્યકરો કનુભાઈ બજાણીયા અને છાયાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.

- text