મોરબીના રફાળેશ્વર નજીક બાઈક પર દારૂની ૪ બોટલ લઈ જતો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે બાઈક ઉપર ૪ બોટલ વિદેશી દારૂ લઈ જતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આ શખ્સને દબોચીં લઈને બાઈક અને દારૂની બોટલો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીકથી આજે હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પરથી પસાર થતા શંકાસ્પદ શખ્સને તાલુકા પોલીસે અટકાવી તેની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની મધ્યપ્રદેશ બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની બોટલ ૪ કીમત રૂ. ૧૨૦૦ મળી આવી હતી જેને પગલે પોલીસે બાઈક અને દારૂ મળીને ૫૧,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી બાઈક સવાર શખ્સ દિનેશ કરશન મકવાણા રહે રફાળેશ્વર વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text