મોરબી : ધો.૧૨ સાયન્સની પૂરક પરીક્ષા : ૭૭ છાત્રોએ આપ્યું ગણિત અને જીવવિજ્ઞાનનું પેપર

- text


મોરબી : મોરબીમાં આજે ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહના સેમ-૪ની પૂરક પરીક્ષા યોજાઈ હતી.જેમા ગણિત અને જીવ વિજ્ઞાન વિષયના કુલ ૮૨ છાત્ર નોંધાયા હતાં જેમાંથી ૭૭ છાત્રોએ પરીક્ષા આપી હતી.જ્યારે ૫ છાત્રો ગેરહાજર રહયા હતાં.

મોરબીના સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર ૪ ની પૂરક પરીક્ષા ચાલી રહી છે આજે જીવ વિજ્ઞાન અને ગણિત વિષયનું પ્રશ્નપત્ર લેવાયું હતુ.જેમા કુલ ૮૨ છાત્રો નોંધાયા હતાં. જે પૈકી ૭૭ છાત્રો હાજર રહ્યાં હતાં.જ્યારે ૫ છાત્ર ગેર હાજર રહ્યા હતાં.આજે યોજાયેલ પરીક્ષા શાંતિ પુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.એક પણ કોપીકેસ નોંધાયો ન હતો .વિગતવાર જોઈએ તો ગણિતના ૪૫ છાત્રો નોંધાયા હતાં જેમા ૪૩ છાત્રો હાજર રહ્યાં હતાં.જ્યારે ૨ છાત્ર ગેરહાજર રહ્યાં હતાં.જ્યારે જીવ વિજ્ઞાનના ૩૭ છાત્રો માથી ૩ ગેરહાજર રહયા હતાં.અને ૩૪ છાત્રોએ પરીક્ષા આપી હતી.

- text

- text